“આજના રાજકારો”
એક દિ” આઝાદ દેશનો ઝંડો લહેરાવે,
બીજે દિ” ખંજર ભોંકીકેવો દેશને ઝુકાવે?
કરે છે રાજકાજ જેમ મનને તેઓને ફાવે,
સત્તા સંપત્તિ મળી જાય જેમ મનને ભાવે।
નિત્ય નિત્ય નવા નવા ચાંદ તો બતાવે,
પછી પ્રજાના અવળા કાન પણ પકડાવે।
પક્ષા પક્ષી ને હુંસા તુસી સ્વયમ રચાવે,
સંસદ ને પણ તેવો ટીંગા ટોળી થી ચલાવે।
મોટામોટા હાઉસ તેમના ભાવ દાવ લગાવે,
મન ફાવે તેમ વસ્તુઓના ઊંચા ભાવ ચઢાવે।
ગુંડાઓ આતંકીઓને પહેલા પોતે બહેકાવે,
દેશની તિજોરીઓને પછી લુંટે ને લુંટાવે ?
આંટીઘૂંટી વાતો થી કેવા લોકોને ભરમાવે ?
એમના કરતૂતો તો આઝાદ દેશને શરમાવે,
હાય ગરીબી હાય મોઘવારી ક્યારેય ન જાવે,
નઘરોળ એદીપ્રજાને હવે આજ વ્યવસ્થા ફાવે
જગદીશ ભૂલેશ્વર જોષી